September 19, 2021
September 19, 2021

હાર્ટ એટેકથી બચવા માટે આટલું કરો…

ગામડા કરતાં શહેરનાં લોકોમાં હ્રદય હુમલાનો વધુ ખતરો

ટીવી અભિનેતા અને બિગબોસના વિનર સિદ્વાર્થ શુક્લાને માત્ર 40 વયની વયે હાર્ટ અટેકના પગલે નિધન થયું છે. ભારતના 70 % આબાદી એવી છે, જે ગંભીર રોગ હાર્ટ અટેક (Heart Attack)ના ખતરામાં જીવી રહી છે, હાલની ફાસ્ટ અને બીઝી લાઇફના કારણે લોકોમાં નવી નવી બીમારીઓ જોવા મળે છે, અને જલ્દી તેનો ભોગ પણ બની રહ્યાં છે, સાથે જ નાની ઉંમરે પણ હાર્ટ અટેક (Heart Attack) આવી જવુ એ સામાન્ય વાત નથી. એક સર્વે પ્રમાણે, ગામડાના લોકો કરતાં શહેરનાં લોકોમાં વધારે હાર્ટ અટેકના કેસ વધુ જોવા મળે છે.

સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે. લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે.
આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે. જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી, ઇંડા અને માંસનું સેવન કરે છે, તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે.

આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ, તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે.

ઉપાયો

કસરત કરવી :દિલને સ્વસ્થ રાખવા માટે પહેલાં ખુદને ફિટ રાખો. સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગા કે કસરત કરવી. કસરત કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. જે દિલ માટે બહુ જરૂરી છે.

રેડ વાઈન :જો તમે બિયર કે વ્હિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઈન પીવાનું શરૂ કરી દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેને પોલિફેનોલ્સ કહેવાય છે. આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે.

રોજ સફરજન ખાઓ :સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે. સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ.

બદામ :જો તમે બદામ ગરમ છે એવું માનીને ખાતા નથી તો તમે દિલની બીમારીઓ માટે તૈયાર થઈ રહ્યા છો. કારણ કે બદામમાં જે તેલ હોય છે તે દિલ માટે ફાયદાકારક હોય છે. બદામમાં વિટામિન ઈ, ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. દિવસમાં 4-5 બદામ જરૂર ખાવી. રાતે પલાળીને પણ બદામ ખાઈ સકો છો.

સોયા :આ ખાવામાં ટેસ્ટી નથી હોતા, પરંતુ દિલ માટે સારું હોય છે. સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા. સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે. આ બોડીમાં એક્સટ્રા સેચુરેટેડ ફેટને ઘટાડે છે. સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્ષ કરીને ખાઈ શકો છો. સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છે. જે દિલ માટે બહુ લાભકારક હોય છે.

લીલાં શાકભાજી: લીલા શાકભાજી અને ઓલિવ ઓઈલ બન્ને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમા છે. ડાયટમાં લીલાં શાકભાજી લેવાથી દિલ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી.

આખું અનાજ : દિવસની શરૂઆત આખા અનાજ કે દળિયાથી કરવી. જેથી તમારું દિલ આખો દિવસ હેલ્ધી રહેશે. રોજ આખા અનાજના દળિયા ખાવાથી હાર્ટ ફેઈલ થવાની સંભાવના ઘટી જાય છે કારણ કે તે દિલને કોરોનેરી બીમારીઓથી બચાવે છે.

હાર્ટ અટેકના આવવાના કારણો

અસમાન્ય હાર્ટ બીટ : ઘણીવાર નર્વસ સિસ્ટમ અને એક્સરસાઇઝનાં કારણે માણસની હાર્ટ બીટમાં વધારો કે ઘટાડો થતો જોવા મળે છે, પણ જો તમારુ હાર્ટ થોડા સમય કરતાં વધારે આમ જ રહે છે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

આ સિવાય તમને તમારો સ્ટ્રેસ (Stress )જ બીમારીમાં નોતરી શકે છે, જો તમે વધુ પડતા તનાવમાં રહો છો, તો તમને હાર્ટ અટેક થવાના ચાન્સસ છે,

સ્મોકિંગ કરવી: નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું કારણ સ્મોકિંગ પણ છે, જેમાં સ્મોકિંગ ન કરતાં લોકો કરતાં સ્મોકિંગ કરતાં લોકોને હાર્ટ અટેક થવાના ચાન્સસ વધુ છે.

દાંતમાં, જડબામાં કે માથું દુખવુ : જો તમને સમયે સમયે દાંતમાં કે જડબામાં અને માથુ દુખવાની તકલીફ રહેતી હોય તો પણ ડૉક્ટરનો સંપર્ક કરવો, આ સિવાય કમરમાં દુખવુ પણ નાની વાત નથી.

સતત ખાંસી આવવી : સતત ખાંસી થવી એ પણ હાર્ટ એટેક થવાની નિશાની છે, હાર્ટ અટેક જેવી બીમારીઓ ને નોતરી શકી છે, સતત ખાંસી આવવી એમાંનું એક લક્ષણ છે. ખાંસી ખાતા સમયે ગુલાબી અથવા સફેદ જેવુ બલગમ નિકળે તો હાર્ટ ફેલિયર નો સંકેત છે.

હાર્ટમાં જલન થવી : જો તમારા હાર્ટમાં ઝલન થાય છે, તો તમારે ચેતી જવુ જોઇએ. પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ અને હાથમાં સુઝન પણ હાર્ટ એટેક તરફ ઇશારો કરે છે.

 55 ,  1