ડોક્ટરો ભગવાનનું બીજુ સ્વરુપ: વડાપ્રધાન મોદી

ડોક્ટરો ડે: કોરોના હજુ ગયો નથી લોકોએ સાવધાન રહેવાની જરુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર દિવસ દરમ્યાન દેશભરના તબીબોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે દેશમાંથી કોરોના હજુ ગયો નથી લોકોએ સાવધાન રહેવાની જરુર છે. કોરોના કાળમાં ડોકટરોએ જે રીતે દેશની સેવા કરી એક પ્રેરણા છે. હું 130 કરોડ દેશવાસીઓ વતી તમામ તબીબોનો આભાર વ્યક્ત કરું છું અને ડોક્ટરો ભગવાનનું બીજુ સ્વરૂપ છે.

દેશ જ્યારે કોરોના સામે લડી રહ્યો હતો ત્યારે ડોક્ટરોએ લાખો લોકોના જીવ બચાવ્યાં હતા. ઘણા ડોક્ટરોએ પોતાના જીવનું પણ બલિદાન આપ્યું હતું. હું એ તમામ આત્માઓને શ્રદ્ધાંજલિ આપું છું. અમારી સરકારે સ્વાસ્થ્ય સેવાને ટોચની પ્રાથમિકતા આપી છે. મોદીએ કહ્યું કે ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન અમે હેલ્થ માટે 15,000 કરોડ રુપિયા ફાળવ્યાં હતા, આ વખતે સ્વાસ્થ્ય સેવા માટે 2 લાખ કરોડનું વધારે બજેટ ફાળવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં ઝડપી ગતિએ એમ્સ શરુ કરવામાં આવી રહી છે, નવી મેડિકલ કોલેજો બનાવાઈ રહી છે. આધુનિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભાકરવામાં આવી રહ્યાં છે. 2014 માં અત્યાર સુધી ફક્ત 6 એમ્સ હતી 7 વર્ષમાં 15 નવી એમ્સનું કામ શરુ કરાયું છે. મેડિકલ કોલેજોની સંખ્યા પણ લગભગ દોઢ ગણી વધી છે.

 75 ,  1