ડૉક્ટર્સ ડે: દવા-ઈંજેક્શન ડૉક્ટર જ ચોરી કરે

ગુજરાતના રાજ્યપાલ એવું નિવેદન આપ્યું કે સર્જાયો વિવાદ

આજે નેશનલ ડોક્ટર્સ દિવસ છે જેના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર ડોકટર્સને સંબોધન કર્યું હતું. બીજી બાજુ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તબીબ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી એટલું જ નહીં તેમણે ડોકટરો પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ લાગવ્યા હતા કે તે લોકો ચોરી કરતાં હોય છે. આ સાથે તેમણે ભારતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો કર્યા હતા.

એક મિડીયાના અહેવાલ અનુસાર કોરોના મહામારીમાં નકલી દવાઓ અને નકલી ઇન્જેક્શનો વહેચવામાં આવ્યા, ઑક્સીજનની ચોરી કરવામાં આવતી આ બધુ અભણ કે મજૂરો કે ખેડૂતો દ્વારા નથી કરવામાં આવી રહ્યું, પણ ભણેલા ગણેલા, જેમની પાસે પાસે ડિગ્રીઓ છે, તબીબ-એન્જિનિયર દ્વારા આ બધુ કરવામાં આવ્યું તેમજ પાપ, ભ્રષ્ટાચાર, બેઈમાની, આ બધુ જ ભણેલા ગણેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો પછી આ ડિગ્રી અને ભણતરનો શું મતલબ? તેમ ગુજરાતના રાજ્યપાલે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ અગાઉ તેઓ ચાર વર્ષ પહેલા હિમાચલના રાજ્યપાલ રહી ચૂક્યા હતા.

 21 ,  1