પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ ડોક્ટર્સની હડતાળ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાંજે એક પત્રકાર પરિષદને સંબોધિ હતી. મમતા બેનરજી આકરા વલણ બાદ આખરે ઢીલા પડ્યા છે. તેમણે ડોક્ટરોને હડતાળ સમેટી કામ પર પરત ફરવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં હજારો દર્દીઓ ડોક્ટર્સની હડતાળથી પ્રભાવિત થયા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે કહ્યું કે, હોસ્પિટલની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે.
મમતા બેનરજીએ કહ્યું હતું કે, ડોક્ટરો સાથે મારપીટની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં હજારો દર્દીઓ પર ડોક્ટરોની હડ્તાળની અસર થઈ છે. આ અગાઉ હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટર્સે પોતાની સુરક્ષા મુદ્દે આશંકા વ્યક્ત કરતા રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જી સાથે શનિવારે બંધ રૂમમાં બેઠકનું આમંત્રણ ફગાવી દીધું.
— Mamata Banerjee (@MamataOfficial) June 15, 2019
ઘટના આ પ્રમાણે છે…
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીના પરિજનોએ બે ડૉક્ટરો પર કથિત હુમલો કર્યો હતો, જેમાં બંને ડૉક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ત્યાર બાદ મંગળવારથી જ જૂનિયર્સ ડૉક્ટર હડતાળ પર ચાલી રહ્યા છે. વિવાદના મૂળમાં જે દર્દી છે તેનું મોત હોસ્પિટલમાં જ થયું હતું.
43 , 1