September 23, 2021
September 23, 2021

કોઇ વીવીઆપીનું આકસ્મિક નિધન તો…?

બ્રિટનના મહારાણીને લઇ બહાર આવી રસપ્રદ જાણકારી

દેશ વિદેશમાં વીવીવીઆપીના નિધન બાદ ખાસ કરીને કોઇ દેશના રાષ્ટ્ર્પતિ કે વડાપ્રધાનનું નિધન થાય ત્યારે તેની અંતિમ વિધિ માટે ચોક્કસ પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેની જાણકારી ભાગ્યેજ સાર્વજનિક કરવામાં આવે છે. ખાસ કિસ્સામાં દિવંગત વીવીવીઆપીના પાર્થિવ શરીરને દુનિયાભરના અન્ય વીવીવીઆઇપી તેમના અંતિમ દર્શન કરી શદે કે માટે ખાસ પ્રક્રિયા દ્વારા રાખવામાં આવે છે. પરંતું જો બ્રિટનના મહારાણી કે જેમના નામે અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું તે એલિઝાબેથ-2નું નિધન થાય તો ? તેની અંતિમ વિધિ કઇ રીતે કરવી તેનું રિઅર્સલ કરવામાં આવ્યું અને તે મીડિયા દ્વારા સાર્વજનિક કરી દેતા રસપ્રદ માહિતી બહાર આવી છે.

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં તેમના નિધન બાદ બ્રિટનમાં તૈયારીની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનાઈ રહ્યું છે કે મહારાનીના નિધન બાદ યુકેમાં એક મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવશે. જેમાં દફન પ્રક્રિયાથી લઈને પોલીસની વ્યવસ્થાનું પણ વિવરણ સામેલ છે. જો કે બકિંધમ પેલેસે આ અંગે હજું સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી નથી કરી.

પીટીઆઈનો રિપોર્ટ અનુસાર આ યોજનાઓને ‘ઓપરેશન લંડન બ્રિજ’કોડનેમ આપવામાં આવ્યું છે. આ સાથે જોડાયેલી અમેરિક ન્યૂઝ સંસ્થા ‘પોલિટિકો’ના હાથે લાગે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે ક્વિનના નિધન વાળા દિવસે અધિકારી ‘ડી-ડે’ માનશે. મહારાણીના નિધનના 10 દિવસ બાદ દફનાવવાની યોજના છે. ત્યારે તેમના દીકરા અને વાઈસ પ્રિન્સ ચાર્લ્સ દફનવિધી પહેલા સમગ્ર બ્રિટનનો પ્રવાસ કરશે.

 25 ,  1