શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાય છે..? રાજકોટમાં સરકારના નિર્ણયનો વિરોધ

’15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાખી દો, પણ અમારા વ્યવસાયને ટાર્ગેટ ના બનાવો..

રાજ્ય સરકાર દ્વારા આજથી રાતે 12ને બદલે રાત્રીના 10ના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 10 વાગ્યાથી કર્ફ્યુની સૌથી વધુ અસરો હોટેલ અને ફાસ્ટફૂડના વ્યવસાય પર અસરો જોવા મળે છે. રાજકોટમાં આજથી શરૂ થતાં રાત્રિ કરફ્યૂનો વિરોધ ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશનના શેખર મહેતાએ વિરોધ કર્યો. તેમણે સરકારને પ્રશ્ન પૂછ્યો કે, શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે ખાણી-પીણી અને રેસ્ટોરન્ટોના ધંધાર્થીઓની બેઠક બોલાવી જરૂર પડ્યે ધંધા બંધના એલનનો નિર્ણય કરી શકાય છે.

રાજ્યના 4 મહાનગરોમાં આજ રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સંક્રમણ વધતાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જોકે, સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. કારણ કે, આ જાહેરાતથી ખાણીપીણીના માર્કેટ પર જોરદાર ફટકો પડી શકે છે. વેપારીઓની કમર આર્થિક રીતે ભાંગી શકે છે. આવામાં રાજકોટમાં આજથી શરૂ થતાં રાત્રિ કરફ્યુનો વિરોધ શરૂ થયો છે. ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશન શેખર મહેતાએ આ સરકારી નિર્ણયનો વિરોધ કર્યો છે. શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાઈ રહ્યો છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. 

રાત્રીના 10થી સવારે 6 સુધી કર્ફ્યુના નિર્ણયનો વિરોધ કરતાં શેખર મહેતા જણાવ્યું હતું કે, ધંધાર્થીઓને ભારે નુકસાની પહોંચી રહી છે. ફૂડ એન્ડ બીવરેજીશ એસોસિએશન કોરોનાના વધતા કેસથી ચિંતિત છે. સરકાર ઈચ્છે તો 15 દિવસ સંપૂર્ણ લોકડાઉન નાખી દે, એસોસિએશન સંપૂર્ણ સહકાર આપશે. પણ માત્ર અમારા વ્યવસાયને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે. આવતી કાલે રાજકોટમાં હોટેલના સંચાલકો અને ફાસ્ટફૂડના સંચાલકો ભેગા થશે .જરૂર પડશે તો આ મામલે સરકારને પણ રજુઆત કરીશું.

 37 ,  1