છોટાઉદેપુર તાલુકાના ડોલરીયા ગામે છેલ્લા ૨૦ દિવસથી ડીપી ઉડી જવાથી અંધારપટ છવાયો હતો. ડોલરીયા ગામના ગ્રામજનો દ્વારા ગામમાં ડીપી ઉડી જવાથી વીજ કંપનીના કર્મચારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નહીં સાંભળતા ગામલોકો સ્વખર્ચે ડીપી લઈ જતા ગામ લોકોનો વિડિયો વાયુવેગે વાયરલ થયો છે.
ડોલરીયા ગામના નાઝા ફળિયામાં ચોમાસાના દિવસોમાં ગામમાં આવવા જવા માટે સુકેટ નદી ઉપર પુલ ન હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો આવા ચોમાસાની સિઝનમાં અચાનક નદીમાં પાણી આવી જતાં ગામ લોકોને તેમજ નિશાળમાં ભણવા જતા વિદ્યાર્થીઓ અને બીમાર માણસોને દવાખાનામાં જવા માટે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં નદીમાં પાણી આવી જતા ગામ નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સ્ટાફને અને ગામ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે.
ચોમાસાના સિઝનમાં ગામમાં વિજ પુરવઠો ખોરવાઇ જતાં ગામ લોકોએ એમજીવીસીએલનાં કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંખ આડા કાન કરી ડોલરીયા ગામના રહીશોની વાત સાંભળવામાં ન આવી. જેના કારણે સ્વખર્ચે સુકેટ નદીના પાણીના વહેતા પ્રવાહ ઓળંગી જીવના જોખમે ડીપી ઉચકી જતા ગામ લોકો નજરે પડી રહ્યા છે.
ત્યારે ઘણા સમયથી ગામ લોકોની માંગ છે કે સુકેટ નદીમાં ચોમાસાની સિઝનમાં પાણી બે કાંઠે વહેતુ હોવાથી આવવા જવા માટે આવી મુશ્કેલીઓ ના પડે તે માટે ગામલોકોની પણ માંગ છે કે આ નદી પર સરકાર શ્રી બજેટ ફાળવી પુલ બનાવી આપે તેવી માંગ ઉઠી છે.
( રફીક મકરાણી – પ્રતિનિધિ છોટાઉદેપુર )
49 , 1