આ વર્ષે ડોલરિયો “ધર્મજ દિવસ” ઓનલાઇન ઉજવાશે

નાનકડા ધર્મજ ગામના સૌથી વધારે લોકો વસે છે વિદેશમાં

મધ્ય ગુજરાતમાં ડોલરિયા ગામ તરીકે ઓળખાતા એનઆરઆઇ ગામ ધર્મજમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ ધર્મજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા વિદેશથી મૂળ નિવાસીઓ મોટી સંખ્યામાં માદરે વતન ધર્મજ આવતા હોય છે. પરંતુ આ વર્ષે ભારત અને વિદેશમાં પણ કોરોના મહામારીને જાતાં ધર્મજ દિવસની ઉજવણી ઓનલાઇન વર્ચ્યુઅલ ઉજવવાનો નિર્ણય લેવાયો છે. વિદેશમાં વસેલા મૂળ ધર્મજ ગામના એનઆરઆઇ-એનઆરજી વિડિયોના માધ્યમથી ઉજવણીમાં ભાગ લેશે.

મધ્ય ગુજરાતમાં ચરોત્તર પંથક એનઆરઆઇનો અને ડોસરિયો વિસ્તાર ગણાય છે. આ વિસ્તારના ગામો અને ટાઉનમાંથી મોટી સંખ્યામાં પટેલ સહિત વિવિધ કોમના લોકો અમેરિકા અને અન્ય દેશોમાં જઇને વસ્યા છે. તેમની ચોથી પેઢી વિદેશમાં છે છતાં તેઓ પોતાના ગામ અને ગુજરાતની પરંપરા-સંસ્કૃતિને જાળવી રાખવા ધર્મજ આવતા હોય છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. એ દિવસે ધર્મજ દિવસ પણ ઉજવાય છે. ગયા વર્ષે મોટી સંખ્યામાં એનઆરઆઇ ધર્મજ આવ્યાં હતા. આ વખતે મહામારીને કારણે ઓનલાઇન જોડાશે.

11 હજારની વસ્તીના નાનકડા ધર્મજ ગામના 4 હજાર કરતાં વધારે લોકો વિદેશમાં વસે છે. અને ડોલરની રેલમછેલ જોવા મળે છે. ધર્મજ ગામ એશિયાનું સૌથી ધનિક ગામ તરીકે પણ ઓળખાય છે. ગામની પોતાની વેબસાઇટ છે અને દુનિયાભરની સુખ સુવિધા ધર્મજમાં ઉપલબ્ધ છે.

 87 ,  3