ડોમેસ્ટીક ફ્લાઇટો 18 ઓક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે ભરશે ઉડાન

મોદી સરકારે એરલાઇન્સ કંપનીઓને આપી મોટી રાહત

અમદાવાદ સહિત દેશભરમાં કોરોનાના નવા કેસોમાં ઘરખમ ધટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને આપી મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે. 18 ઓક્ટોબરથી ડોમેસ્ટીક ફ્લાઇટ્સ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશ બહાર પાડીને જણાવ્યું કે 18 ઓક્ટોબરથી ઘરેલુ ફ્લાઈટ્સ તેની પૂરી ક્ષમતા સાથે ઉડાણ ભરી શકશે એટલે કે એરલાઈન્સ કંપનીઓ પુરા પ્રવાસીઓને બેસાડી શકશે. પ્રવાસીઓના બેસાડવા પરનો પ્રતિબંધ હટાવાયો છે.

સપ્ટેમ્બરમાં, સરકારે સ્થાનિક ફ્લાઇટ્સની મુસાફરોની ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી હતી. અગાઉ, જુલાઈમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ સ્થાનિક ફ્લાઇટ્સની ક્ષમતા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી.

નોંધનીય છે કે, કોરોનાને કારણે, 23 માર્ચ 2020 થી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ મે 2020 થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. આ સિવાય, પસંદગીના દેશો સાથે ‘દ્વિપક્ષીય’ એર બબલ ‘વ્યવસ્થા હેઠળ જુલાઈ, 2020 થી ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

 164 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી