નવી કેબિનેટમાં સુરતનો દબદબો

પાટીદારોનો ગઢ છે સુરત

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ કર્યો છે. પહેલા મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. હવે પાર્ટીએ જૂના તમામ મંત્રીઓને પડતા મુકીને નવી કેબિનેટ બનાવી છે. આજે ગાંધીનગરમાં 10 કેબિનેટ સહિત કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. નવી કેબિનેટમાં તમામ સમાજ, વિસ્તાર સહિત અનેક સમીકરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છો. તો હવે નવી કેબિનેટમાં સુરતનો પણ દબદબો જોવા મળ્યો છે.

ગુજરાતની નવી સરકારમાં સુરતનો દબદબો વધ્યો છે. સુરતથી એક કેબિનેટ અને ત્રણ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં પુર્ણેશ મોદીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો મજૂરાથી ધારાસભ્ય અને યુવા નેતા હર્ષ સંઘવીને રાજ્યકભાના મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. ઓલપાડથી ધારાસભ્ય મુકેશ પટેલ અને કતારગામના વિનુ મોરડીયાને પણ નવી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મહત્વનું છે કે આ પહેલા સુરતથી સાંસદ દર્શના જરદોષને કેન્દ્રની સરકારમાં રાજ્યકભાના મંત્રી બનાવ્યા હતા. આમ જોઈએ તો સુરતનો દબદબો વધી રહ્યો છે.

મહત્વનું છે કે થોડા મહિના પહેલા રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું હતું. આપને ગુજરાતમાં સૌથી વધુ સફળતા સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મળી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 સીટો જીતીને ગુજરાતની રાજનીતિમાં આગળ વધવાનું સપનું જોયું છે. સુરતમાં આદના 27 નેતાઓ જીતીને કોર્પોરેટર બની ગયા છે. હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતની નવી કેબિનેટમાં સુરતનું પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી