ડોન લતીફનો સાગરીત ‘ટેમ્પો’ ક્રાઇમબ્રાંચના સકંજામાં..

વર્ષ 1986થી હત્યા સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે કુખ્યાત મોહમ્મદ હુસૈન ઉર્ફે ટેમ્પો મુન્ના અને

આઠ પિસ્તોલ સાથે રીયલ લાઇફનો ખલનાયક ઝડપાયો

અંધેરી આલમના ડોન અબ્દુલ વહાબ માટે જમીનો પચાવી પાડતો કુખ્યાત મોહમ્મદ ટેમ્પોને ક્રાઇમબ્રાંચે આઠ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. રિયલ લાઇફમાં વિલન બનીને ફરતો મોહમ્મદ ટેમ્પો રીલ લાઇફમાં વિલનની ભૂમિકા ભજવી ચુક્યો છે. ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલા ટેમ્પોની બહેરામપુરામાં ગેંગ સર્કિય છે જેના આધારે તે ગુનાહીત કામ આચરતો હતો. વર્ષ 1986થી લઈ અત્યાર સુધી ડોન લતીફનો સાગરીત મોહંમદ ટેમ્પાએ હત્યા, લૂંટ, મારામારી સહિત અનેક ગંભીર ગુનાઓને અંજામ આપ્યા છે.

ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે હત્યા, હત્યાની કોશિષ, લૂંટ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા મોહમ્મદ હુસૈન ઉર્ફે ટેમ્પો મુન્નાભાઇ શેખ અને તેમનો ડ્રાઇવર સરફરાજ ઉર્ફે શફી હાથીજણ સર્કલથી સીટીએમ સર્કલ તરફ કાર લઇને આવી રહ્યા છે. જેની પાસે હથીયાર છે.

બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે વોચ ગોઠવી કારને રોકીને કોર્ડન કરી લીધી હતી અને મોહમદ ટેમ્પોની જડતી લીધી હતી જેમની પાસેથી એક પિસ્તોલ મળી આવી હતી જ્યારે ડ્રાઇવર સરફરાજ ઉર્ફે શફીની જડતી લેતા તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી. ક્રાઇમબ્રાંચે કારનું ડેસબોર્ડ ચેક કરતા તેમા પણ એક પિસ્તોલ હતી અને 22 જીવતા કારતુસ અને એક મેગેજીન હતી. ક્રાઇમબ્રાંચની ટીમે બન્ને આરોપીઓની ત્રણ પિસ્તોલ, 22 જીવતા કારતુસ અને મેગેજીન સાથે ધરપકડ કરી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરતા સુરત અને ધોળકાની દરગાહમાંથી પણ હથિયાર મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે 8 હથિયાર અને 62 જીવતાં કાર્ટુસ જપ્ત કર્યા.

રાજસ્થાનના કોટામાંથી ખરીદ્યા હતા હથીયાર

ક્રાઇમબ્રાંચમાં લાવ્યા હતા જ્યા તેની આગવી સ્ટાઇલથી પુછપરછ કરતા તેને કબુલાત કરી હતીકે તેની અનેક લોકો સાથે દુશ્માનવટ હોવાથી પોતાના પ્રોટેક્શન માટે રાજસ્થાનના કોટામાં રહેતા વસીમ કુરેશી પાસેથી હથીયાર ખરીદયા હતા. ક્રાઇમબ્રાંચે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બહેરામપુરા અને આસપાસના વિસ્તારમાં ટેમ્પોની ગેંગ સક્રિય

રિયલ લાઇફ એટલે કે વાસ્તવિક જીવનમાં નાના મોટા ગુના આચરીને ગુંડાગીરી કરનારો મોહંમદ ટેમ્પો નામનો કુખ્યાત આરોપી ગુજરાતી ફિલ્મમાં પણ વિલનની ભૂમિકા ભજવવા લાગ્યો હતો. મોહંમદ ટેમ્પો સામે અત્યાર સુધીમાં અપહરણ, હત્યા, આંગડિયા લૂંટ, પેટ્રોલપંપ લૂંટ, ધાડ, મારામારી, ચોરી સહિતના ગુના નોંધાયા છે. મોહંમદ ટેમ્પોએ બહેરામપુરા અને આસપાસના વિસ્તારમાં પોતાની ગેંગ સક્રિય કરી હતી.

90ના દાયકામાં મુંબઈથી અમદાવાદ આવી લતીફ ગેંગ સાથે જોડાયો..

કુખ્યાત ગુનેગાર મોહમંદ ટેમ્પો 1986થી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મોહમ્મદ ટેમ્પો 90ના દાયકા મુંબઈની ફિલ્મ સિટીમાં સ્ટેજ અને સમાન ફરવતો હતો, જેથી તેનું નામ મોહમ્મદ ટેમ્પો પડ્યું. ત્યારબાદ બેક સ્ટેજ આર્ટિસ્ટ બન્યો પણ આ દરમિયાન મારામારી કરી તે ગુજરાત આવી ગયો.

ભૂતકાળમા તેણે ટેમ્પો ખરીદીને ભંગાણની ચીજ વસ્તુઓ ચોરી કરીને વેચાણ કરતો હતો. જેથી તેનુ નામ ટેમ્પો પડયો. ત્યાર બાદ તે ડોન લતીફ સાથે જોડાયો અને હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખડંણી, ચોરી, અપહરણ અને મારામારીના અનેક ગુનામા પકડાયો હતો.

હાલ ક્રાઇમ બ્રાન્ચે ગેંગસ્ટર મોહમ્મદ ટેમ્પો અને તેનો ડ્રાઈવર શફીનીએ ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત વસીમ નામના આરોપીની શોધખોળ શરૂ કરી અગાઉ આ હથિયારોનો ઉપયોગ ક્યાંય કરવામાં આવ્યો છે કે કેમ અને હથિયાર કોને વેચવાનો હતો તે અંગે પુરપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી