મહેબૂબાની ભારતને ખુલ્લેઆમ ચેતવણી, ‘કાન ખોલીને સાંભળી લો…’

લોકસભાની ચૂંટણીને લઇ ભાજપાએ પોતાનો સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. જેમાં અનેક ચૂંટણી લક્ષી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આર્ટિકલ 370 અને 35A હટાવવાની પણ જાહેરાત કરી હતી. જો કે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકારને આડે હાથ લઇ ધમકી આપી છે. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું છે કે, જમ્મુ-કાશ્મીર પહેલાથી જ ખતરામાં છે, જો આવું થયું તો માત્ર કાશ્મીર જ નહીં, પરંતું સમગ્ર દેશ ભડકે બળશે. જેથી બીજેપીને અપીલ કરૃ છું કે, આગ સાથે રમવાનું બંધ કરે.

કલમ 35A જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકાર આપે છે. જો કે તેમાં ફેરફારને લઇ સતત વિરોધ થઇ રહ્યો છે. હાલની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરના પ્રમુખ રાજનૈતિક દળોએ 35Aને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. તે આ કલમ હટાવવાના તમામ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર