રાજકોટમાં ડબલ મર્ડર કેસ : હત્યારા ઇમરાન અને તેના બંને બાળકોના મોત, બે લોકોના ખૂન કર્યા બાદ બાળકો સાથે કર્યો હતો આપઘાતનો પ્રયાસ

પત્ની, મામજી સસરાની હત્યા બાદ યુવાન બે સંતાનો સાથે સળગ્યો, સારવાર દરમિયાન ત્રણેયના મોત

રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં સરાજાહેર બે લોકોની હત્યા કરવામાં આવી હતી. આરોપી યુવાન ઇમરાન પઠાણે પત્ની, તેના મામા સસરા અને સાસુને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં પત્ની અને તેના મામા સસરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સાસુની હાલત ગંભીર છે. હત્યા કરનાર ઇમરાન પઠાણે બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ઇમરાન પઠાણને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન ઇમરાન તેમજ તેના બન્ને બાળકોના મોત થયા છે. બાળકોની કસ્ટડી લેવાના કેસનો ખાર રાખીને ખૂની ખેલ ખેલાયો હતો.

જેમાં આરોપીએ પત્ની, મામા સસરાની હત્યા કર્યા બાદ સાસુને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. બાદમાં આરોપીએ બાળકો સાથે સળગી આત્મહત્યા કરી લીધી છે.

ઘટનાની વિગત મુજબ, શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝીયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝીયા અને તેના મામા નઝીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમરાન અને તેના પુત્ર-પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. ઈમરાન અને તેના પુત્ર-પુત્રીની હાલત પણ ગંભીર હતી. જો કે આજે સવારે ત્રણેય લોકોના મોત થયા છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.

ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝીયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો. આથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો. પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે તે મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેસનો ખાર રાખી લોહિયાળ ખેલ ખેલાયો હતો. જો કે બાળકો સહિત આરોપીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક સાથે પાંચ લોકોના મોત પર સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર