મેક્સિકોમાં મોટી દુર્ઘટના, ટ્રકે પલટી મારતા 49 લોકોના મોત

107 લોકો સવાર ટ્રક વળાંકમાં પલટતા 49ના કરૂણ મોત

લેટિન અમેરિકન દેશ મેક્સિકોના દક્ષિણ ભાગમાં ગયા ગુરુવારે એક માર્ગ અકસ્માતમાં 49 લોકોના મોતના થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે દક્ષિણ મેક્સિકોના ચિયાપાસ પ્રાંતમાંથી પસાર થઈ રહેલ એક ટ્રક વળાંક પર પલટી જવાને કારણે અથડાઈ. આ ટ્રકમાં મોટાભાગના મધ્ય અમેરિકન દેશોના પ્રવાસીઓ હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, 58 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

સ્થાનિક તંત્રએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવી દઇએ કે મધ્ય અમેરિકન દેશોની ગરીબી અને હિંસાથી ભરેલા મહોલથી નિકળવા માટે પ્રવાસીઓ મેક્સિકોના રસ્તે અમેરિકન બોર્ડર પર પહોંચવાનો પ્રયત્ન કરે છે. અંદાજિત 40 ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ આવી અને તેમને સ્થાનિક હોસ્પિટલ લઇ જવાયા. એટલે  ઓછામાં ઓછા 107 લોકો વાહનમાં સવાર હતા. મેક્સિકોમાં માલવાહક ટ્રકો માટે દક્ષિણી મેક્સિકોમાં પ્રવાસી-તસ્કરી અભિયાનમાં આટલા બધા લોકોનો જીવ ગુમાવવા અસામાન્ય નથી. 

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી