ડો. ગુલેરિયાએ કહ્યું – સંક્રમણને રોકવા ‘મિનિ લોકડાઉન’ જ વિકલ્પ

નિયમોનું પાલન ન કરવાને કારણે સ્થિતિ બગડી – AIIMS ડાયરેક્ટર

દેશના 11 રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિ ગંભીર છે અને આંકડા ચિંતા વધારી રહ્યાં છે. નવી દિલ્હી સ્થિત AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવુ છે કે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન ન કરવાને કારણે સ્થિતિ બગડી છે અને સ્થિતિ તેવી થઈ રહી છે જેવી ક્રિસમસ બાદ બ્રિટનમાં જોવા મળી હતી.

કોરોના વાયરસ સંક્રમણના મામલા ઓછા થયા બાદ લોકો વિચારવા લાગ્યા કે કોરોના ખતમ થઈ ગયો છે અને રસીકરણ શરૂ થયા બાદ બેદકરકારી સ્પષ્ટ રૂપે સામે આવી છે. માસ્ક લગાવવા, ભીડ ભેગી ન થવી અને બે ગજની દૂરી રાખવાના પ્રોટોકોલને નજરઅંદાજ કરવામાં આવ્યો. રસી લગાવ્યા બાદ લોકો વિચારવા લાગ્યા કે બધુ બરાબર થઈ ગયું છે. તેનાથી સંક્રમણના કેસ ફરી વધવા લાગ્યા છે. 

આ દરમિયાન ડો. રણદીપ ગુલેરિયાએ દેશમાં ‘મિનિ લોકડાઉન’ લાદવાની તરફેણ કરતાં આ અટકળો તેજ બની છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં ‘મિનિ લોકડાઉન’ની જરૂર છે. તેમણે કહ્યું કે, કોરોનાના વધતા કેસોની ગતિને રોકવી હોય તો દેશમાં ‘મિનિ લોકડાઉન’ લગાવવું જ પડશે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતી રોજ જ ગંભીર બની રહી છે અને લોકો કોરોના તરફ બેદરકારી બતાવી રહ્યા છે આ સંજોગોમાં ‘મિનિ લોકડાઉન’ જ કોરોનાને રોકવા માટેનો વિકલ્પ છે.

દેશમાં  શનિવારે કોરોનાના નવા કેસ 90 હજારથી વધુ સામે નોંધાયા. જો આ જ સ્થિતિ રહી તો પાછળના બધા રેકોર્ડ કોરોનાનું સંક્રમણ રોકી દેશે. આ નાજુક સ્થિતિમાં સ્વાભાવિક છે કે, બધાના મનમાં એક જ સવાલ ઉભો થઇ રહ્યો છે કે, શું ફરી લોકડાઉનની સ્થિતિ આવશે.

જો કે લોકડાઉન મુદ્દે હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી. જો કે આ મુદ્દે દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલરિયાએ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. રણદીપ ગુલરિયાએ વધતી જતી કોરોનાની રફતારને રોકવા માટે મીની લોકડાઉન જરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘જો આજ રીતે કોરોનાની રફતાર વધતી રહી તો મીની લોકડાઉન લગાવવું જરૂરી બની જશે.

 29 ,  1