ડ્રેગનની ધમકી : તાઈવાનનું સમર્થન અમેરિકા માટે જોખમ…

આગ સાથે રમશો તો બળીને થઈ જશો ભસ્મ

તાઈવાનનુ સમર્થન કરી રહેલા અમેરિકાને ચીને ફરી ધમકી આપી છે. અમેરિકા અને ચીન વચ્ચે યોજાયેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન જિનપિંગે અમેરિકાને ચેતવણી આપી છે કે, તાઈવાનની આઝાદીનુ સમર્થન કરીને અમેરિકા આગ સાથે રમી રહ્યુ છે અને આગ સાથે રમનારા ભસ્મીભૂત થઈ જતા હોય છે.

આ સમિટનો હેતુ જ અમેરિકા અને ચીન વચ્ચેના તનાવને ખતમ કરવાનો હતો પણ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે અમેરિકન પ્રમુખ બાઈડન સમક્ષ પોતાનુ વલણ સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે, અમેરિકાના કેટલાક લોકો ચીનને કાબૂમાં રાખવા માટે તાઈવાનનો ઉપયોગ કરવા માંગે છે પણ આ બહુ ખતરનાક બાબત છે અને આગ સાથે રમત કરવા જેવુ છે.

વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ અને મહાસત્તાઓ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક દિવસોથી ખટરાગ વધી રહ્યો છે. પ્રથમ કોવિડ-19 મહામારીના પગલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચીનના સંબંધો બગડ્યા પછી તાઈવાન પર વધતા દબાણને કારણે બાઈડન વહીવટીતંત્ર અસહમત થઈ ગયું. તાઈવાન પર ચીનના વધી રહેલા દબાણ પર અમેરિકા ખુલ્લેઆમ સામે આવ્યું છે ત્યારબાદ ચીને પણ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, ચીન તાઈવાનને ડરાવવા વારંવાર તેની હવાઈ સીમામાં પોતાના લડાકુ વિમાનો મોકલી રહ્યુ છે.જેની સામે અમેરિકાએ તાઈવાનને સમર્થન જાહેર કર્યુ છે.ઉપરાંત તાઈવાનને અમેરિકા લશ્કરી તાલીમ આપી રહ્યુ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.જેના પગલે અમેરિકા અને ચીન વચ્ચેના સબંધોમાં વધારે ખટાશ આવી છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી