સુપરસોનિક મિસાઈલ ટોર્પિડોનું સફળતાપૂર્વક પરીક્ષણ

ભારત દરિયાઈ યુદ્ધમાં વધુ મજબૂત બનશે

ભારતે સોમવારે ઓડિશાના બાલાસોરના દરિયાકિનારે લાંબા અંતરની સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડોઝ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતુ. DRDO દ્વારા ભારતીય નૌકાદળ માટે શસ્ત્ર પ્રણાલી વિકસાવવામાં આવી રહી છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.

DRDOના કહેવા મુજબ,, “પ્રણાલીને ટોર્પિડોઝની પરંપરાગત શ્રેણીની બહાર એન્ટિ-સબ મરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.”સ્માર્ટ ટોરપિડો એ લાઇટ એન્ટિ-સબમરીન ટોરપિડો સિસ્ટમની મિસાઇલ આસિસ્ટેડ રીલીઝ છે. જે એન્ટી-સબમરીન વોરફેર (ASW) કામગીરી માટે રેન્જની બહાર છે.

આ પ્રક્ષેપણ અને પ્રદર્શન એન્ટી-સબમરીન યુદ્ધ ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે નિર્ણાયક છે. DRDL, RCI હૈદરાબાદ, ADRDE આગ્રા, NSTL વિશાખાપટ્ટનમ સહિત અનેક DRDO પ્રયોગશાળાઓએ સ્માર્ટ માટે જરૂરી ટેકનોલોજી વિકસાવી છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી