September 23, 2020
September 23, 2020

હિંમતનગર : નેશનલ હાઈવે ઉપર ઉડતી ધુળની ડમરીઓથી વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન !

નેશનલ હાઈવે 8 ઉપર હિંમતનગરથી શામળાજી ગાંભોઈ ચોકડી રણાસણ ચોકડી ઓવરબ્રિજનું કામ ગોકળગાય ગતિએ ચાલુ હોવાથી હાઇવેના બંને બાજુ સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપેલ હોઈ દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતાં હોય છે. ભારે વરસાદને લઇને બંને બાજુના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા થઇ જતા કોન્ટ્રાક્ટર દ્વારા કાચા રો મટરીયલથી ખાડા પૂરી દઈ પણ આ કાચા રોમટરીયલ લઈને સર્વિસ બંને સાઇડ ઉપર ધૂળની ડમરીઓ ઉડતી થઇ ગઇ છે.

ઉડતી ધુળની ડમરીઓ ને લઈને સવિસ રોડની આજુબાજુ દુકાનોની અંદર ધૂળના થર જામી જતા હોય છે અને સ્થાનિકોના રહેતાં હોવાથી તેઓના ઘરમાં પણ ધુરના થર જામી ગયેલ છે અને વાહનો પસાર થતો પુષ્કળ પ્રમાણમાં ધુળ ઉડતા વાહનચાલકો પણ પરેશાનીમાં મુકાયો છે ટુ વ્હીલર ચાલકો તો ધુળ કારણે આંખોમાં ધૂળ જતી હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. સ્થાનિકોના બાળકો વૃદ્ધોને પણ આ ઉડતી ધૂળને કારણે શ્વાસ લેવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે.

એક બાજુ દેશમાં કોરોના હાહાકાર મચાવી છે ત્યારે આ ઉડતી ધુળની ડમરીઓના કારણે આજુબાજુ રહેતા લોકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાઇ રહ્યો હોય તો લાગે છે પણ કોન્ટ્રાક્ટરોના કે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી હવે આ ગોકળગાય ચાલતો બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થાય તે નક્કી નથી હા ત્યાં સુધીમાં તો આવી સર્વિસ રોડ ઉપર કોઈ મોટો અકસ્માત, સ્થાનિકો મોટી બીમારી થાય તે તંત્ર કે કોન્ટેક્ટ કરો રાહ જોઇને બેઠા હોય તેવું લાગે છે.

સ્થાનિકો અને વાહન ચાલકોની પરેશાનિઓ જોઇ ને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડનું સમારકામ કરીને સ્થાનિકોની અને વાહનચાલકોને મુશ્કેલીઓથી દૂર થશે કે નહી તે તો હવે આવનારો સમય જ બતાવશે..

વિમલ પટેલ

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર