September 26, 2022
September 26, 2022

PNBને મોટી રાહત, DRTએ નીરવને 7200 કરોડ જમા કરવા કર્યો આદેશ

ડીઆરટીએ પંજાબ નેશનલ બેન્કને મોટી રાહત આપી છે. ડીઆરટીએ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને આદેશ આપ્યો છે કે તે પીએનબી અને અન્યને વ્યાજ સહિત રૂ.7200 કરોડ પાછા આપે. પીએબીએ નીરવ મોદી પાસેથી બાકીના રૂ.7200 કરોડની વસુલી માટે જુલાઈ 2018માં અરજી દાખલ કરી હતી, જેના અંગે ડીઆરટી દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે.

પીએનબી દ્વારા ૭૦૦૦ કરોડ રૂપિયાની રિકવરી માટે નિરવ મોદીની સામે ગયા વર્ષે જુલાઈ મહિનામાં ડીઆરટીમાં રજુઆત કરવામાં આવી હતી. બેંકોની આ ટીમે મોડેથી ૨૦૦ કરોડ રૂપિયાની રિકવરી માટે વધુ એક અરજીની માંગ કરી દીધી હતી. ડીઆરટી દ્વારા આના આધાર ઉપર હવે રિકવરી માટે પ્રમાણપત્ર જારી કરી દીધુ છે. જેના ભાગરૂપે નિરવ મોદી સામે અકિલા રિકવરીની પ્રક્રિયા આગળ વધારવાની મંજુરી આપી દેવામાં આવી છે. રિકવરી ઓફિસર હવે નિરવ મોદીની સંપત્તિ જપ્ત કરી શકે. જો જરૂર પડે તો નિરવ મોદીની સંપત્તિ બેંકના રિકવરી ઓફિસર જપ્ત કરી શકે છે. પરંતુ ઈડી અકીલા દ્વારા પહેલાથી જ નિરવ મોદીની મોટા ભાગની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. જેથી હવે જોવુ પડશે કે આ પ્રક્રિયાને આગળ કઈ રીતે વધારી શકાય છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી