અમદાવાદ : દાઉદ ઇબ્રાહીમને હંફાવનાર ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી પર ફિલ્મ બનશે 

નિવૃત ડીએસપીનો પુત્ર અભિનેતા બનવા માટે અમદાવાદ છોડ્યું, મુંબઇમાં બન્યો ડ્રગ્સ માફિયા

અમદાવાદમાં 90 ના દાયકામાં અંધેરી આલમ પર રાજ કરનાર અબ્દુલ લતીફ અને ડ્રગ્સના કારોબારમાં પોતાની સલતનત બનાવનાર પાલડીના વિક્કી ગોસ્વામીથી ઇન્ડિયા મોસ્ટવોન્ટેડ દાઉદ ઇબ્રાહીમ પણ થરથર કાંપતો હતો. બોલીવુડે અંડરવલ્ડ ડોન હાજી માસ્તાન, દાઉદ ઇબ્રાહીમ, હસીના પારકર તેમજ અમદાવાદના લતીફની વાસ્તવીક જીવન પર આધારીત ફીલ્મો બનાવી છે ત્યારે હવે મુંબઇના બે મોટા નિર્માતા ડ્રગ્સ માફિયા વીક્કી ગોસ્વામી ઉપર પણ ફિલ્મ બનાવવા માટે જઇ રહ્યા છે. 

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અને વિક્કી ગોસ્વામીના ભાઇ દિનેશ ગોસ્વામી ઉપર થોડાક દિવસ પહેલા બોલીવુડના નિર્માતાનો ફોન આવ્યો હતો જેમને એક રીટાયર્ડ ડીએસપીનો દિકરો હોવાથી લઇને વિક્કી ગોસ્વામી ઇન્ટરનેશનલ ડ્રગ્સ સ્મગલર કેવી રીતે બન્યો તેના પર ફિલ્મ બનાવવાની વાત કરી હતી. વિક્કી હાલ અમેરીકાની હ્યુસ્ટન જેલમાં ડ્રગ્સની તસ્કરી મામલે બંધ છે.  

ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં રહેતા નિવૃત ડીએસપી આનંદગિરિ ગોસ્વામીને વીજયગીરી ઉર્ફે વીક્કી ગોસ્વામી સહિત 16 ભાઇ બહેન હતા અને 1961માં અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેવા માટે આવી ગયા હતા. વિક્કી ગોસ્વામી નાના પાયે દારૂનો ધંધો શરૂ કર્યો હતો અને જોતજોતામાં તે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા બની ગયો હતો.

મુંબઇ અભિનેતા બનવા ગયેલો વીક્કી ડ્રગ્સ માફીયા બની ગયો, ડી ગેંગમાં ડ્રગ્સ કાર્ટેલનો પ્રમુખ બન્યો 

છોટા રાજન સાથે હાથ મળાવ્યા બાદ વીક્કી દક્ષિણ આફ્રિકા જતો રહ્યો હતો જ્યા તે ડી કંપનીના ડ્રગ્સ કાર્ટલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો જોકે ડી ગેંગના કેટલાક સદસ્યોને પણ વીક્કીની પ્રગતી નહી દેખાતા ષડયંત્ર રચ્યુ હતું.   80ના દાયકામાં વિક્કી ગોસ્વામી ઘર છોડીને મુંબઇ અભિનેતા બનવા માટે ભાગી ગયો હતો જ્યા તેને એક ફિલ્મમા નાની મોટી ભુમિકા પણ ભજવી હતી જોકે તે અભિનેતા તરીકે સફળ નહી થતા કેટલાક અંડરવલ્ડ ડોનના સંપર્કમાં આવ્યો હતો જ્યા તેને અંધેરી આલમની દુનિયામાં જતો રહ્યો હતો. 

અબુ સલેમને લાફો મારતા ડી ગેંગ વિરૂદ્ધ થઇ ગઇ  

દિનેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર દુબઇની એક હોટલમાં જ્યારે ડી ગેંગના દાઉદ ઇબ્રાહીમ, છોટા શકિલ, અબુ સલેમ સહિતના લોકો હાજર હતા ત્યારે વીક્કી ગોસ્વામી તેની ગેંગ સાથે હાજર હતો અને સાથો સાથ છોટા રાજન પણ હાજર હતો. કોઇ કારણોસર અબ્બુ સલેમની હરકતો પર વીક્કી ગોસ્વામીએ તેને લાફો ઝીંકી દીધો હતો જેના કારણે ડીગેંગ સાથે ફાટફુટ પડી હતી. 

1993ના સિરીયલ બોંબ બ્લાસ્ટમાં ડી ગેંગથી અલગ થનાર પહેલો હીંદુ ડોન

વિક્કી ગોસ્વામી ડોન દાઉદ ઇબ્રાહીમની ગેંગમાં કામ કરતો હતો જોકે 1993માં જ્યારે મુંબઇમાં બોંબ બ્લાસ્ટ થતા ત્યારે વિકી ગોસ્વામી તેનાથી અલગ થઇ ગયો હતો કહેવામાં આવે છેકે બોંબ બ્લાસ્ટ બાદ દાઉદ ઇબ્રાહીમથી અલગ થનાર પહેલો હીંદુ ડોન વિક્કી ગોસ્વામી હતો. 

ડી ગેંગે પાલડીમાં વક્કીના ઘરે ફાયરીંગ કરાવ્યુ 

અબ્બુ સલેમને લાફો માર્યા બાદ તેનો બદલો લેવા માટે વર્ષ 1993માં દાઉદ ઇબ્રાહીમના શુટરોએ ગોળીબાર કરાવ્યો હતો જેમાં ગોળી ધરના દરવાજા પર વાગી હતી જેનુ નિશાન આજે પણ છે. આ કેસમાં મુંબઇ પોલીસે ચાર શુટરોની ધરપકડ કરીને અમદાવાદ પોલીસને સોંપ્યા હતા. 

ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીના સ્ટીંગ ઓપરેશનમાં ગોસ્વામીનો પર્દાફાશ થયો 

વર્ષ 2014માં જ્યારે મોમ્બાસામાં વીક્કીની ધરપકડ થઇ ત્યા સુધી તે ખુફીયા એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓના રડારથી દુર હતો. મોમ્બાસામાં વીક્કી તેની પત્નિ અને બોલીવુડની અભિનેત્રી મમતા કુલર્કણી સાથે રહેતો હતો જ્યા અમેરીકાની ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ સ્ટીગ ઓપરેશન કર્યુ હતું જેમાં તેનો પર્દાફાશ થયો હતો. 

વિક્કી અને મમતાએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો નથી

દિનેશ ગોસ્વામીએ જણાવ્યુ છેકે તે દર એકાદ બે દિવસે વીક્કી સાથે ટેલીફોનીક વાતચીત કરી રહ્યા છે. વિક્કી દુબઇની જેલમાં બંધ હતા ત્યારે ઇસ્લામ કબુલ કરવા મામલે મમતા કુલકર્ણી સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચા હતી જોકે તે તમામ હકીકતો પાયા વિહોણી હોવાનું સામે આવ્યુ છે. વિક્કી ગોસ્વામીની દુબઇ, કાહિરા અને જોહાન્સબર્ગમાં અનેક હોટલો છે અને પોતાના પ્રાઇવેટ જેટ પણ છે

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી