પોરબંદર: મધદરિયે ગુજરાત ATSએ ડ્રગ્સ ભરેલી બોટ આંતરી, માફિયાઓએ ઉડાવી બોટ

ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો હંમેશાથી ઘૂસણખોરી માટે ચર્ચામાં રહ્યો છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં ગુજરાત એટીએસ અને ડ્રગ માફીયાઓ વચ્ચે મધદરિયે ઘર્ષણ થયું હતું. ATS
ડ્રગ્સ ભરેલા બોટને કબ્જે કરે તે પહેલા માફિયાઓએ ડ્રગ્સથી લદાયેલી બોટને ઉડાવી દીધી હતી.

બોટમાં 500 કરોડનું ડ્રગ્સ જહાજમાં લદાયેલું હતું. આ સમગ્ર મામલે 9 લોકોની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનનો નાગરિક હામિદ અન્સારી તેના દ્વારા કન્સાઈનમેન્ટ મોકલાયું હતું. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પોરબંદરના દરિયામાં ડ્રગ્સ માફિયાઓએ 500 કરોડનું ડ્રગ્સ અને 100 કરોડનું હિરોઇન લઇને જતા હતા. પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ ઘુસાડવામાં આવતું હતું તેવી ગુજરાત ATSને બાતમી મળી હતી.

બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ તાબડતોડ રીતે દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને હાલ આ ઘટનામાં એવી માહિતી જાણવા મળી રહી છે કે, હામિદ મલેક નામના શખ્સે આટલું મોટું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ ઇરાનથી પાકિસ્તાન થઇને ભારતમાં ઘૂસાડવાનો પ્લાન હતો.

 118 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી