ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, એકની ધરપકડ

ડીસા દક્ષિણ પોલીસે 8 લાખ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કર્યો કબ્જે

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે. ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સ નેટવર્કમાં સપડાયેલા છે તે પણ બેનકાબ થશે.

મેફેડ્રોન ડ્રગ્સ (એમડી) નો 18.25 ગ્રામ (કિંમત 1,82,500)
ગાંજો  338.60 ગ્રામ ( કિંમત 3386)
સ્મેક 59.760 ગ્રામ ( કિંમત 5,97,600 )
મોબાઈલ નંગ-3 ( કિંમત 6000)
ડીઝીટલ વજન કાંટો ( કિંમત 650)
સિલ્વર વજન પોકેટ કાંટો (કિંમત 300)
રોકડ રકમ ( 6350 રૂપિયા)
કુલ મુદામાલ 7,96,736 રૂપિયા

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી