મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસના ઈશારે ડ્રગ્સનો વેપાર : નવાબ મલિક

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર લગાવ્યો ગંભીર આરોપ

ડ્રગ્સ કેસમાં NCBના ચીફ સમીર વાનખેડે પર સતત શાબ્દિક હુમલો કરતા નવાબ મિલિક હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આડે હાથ લીધા છે. મહારાષ્ટ્રના મંત્રીએ અમુક ફોટો ટ્વીટ કર્યા છે જેમાં દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની અમૃતા ફડણવીસ જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે ડ્રગ પેડલરના બીજેપી નેતા સાથે સંબંધો છે. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના ઈશારે જ સમગ્ર મહારાષ્ટ્રમાં ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે. આ સાથે જ મલિકે પૂછ્યું કે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પોતે સમીર વાનખેડેના પરિવારને કેમ મળ્યા? તેમણે કહ્યું કે આરોપીઓને સમર્થન આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. અરુણ હલધરના ઘરે કેમ ગયા હતા તેના પર સવાલો છે? તેમણે કહ્યું કે હલદર એસસી કમિશનની ગરિમા ભૂલી ગયા છે. તેઓએ SC કમિશનની ગરિમા સમજવી જોઈએ.

નવાબ મલિકે વધુમાં કહ્યું કે અરુણ હલધરનું વલણ શંકાસ્પદ છે. જેલમાં રહેલા જયદીપ રાણાને કોણે મદદ કરી છે. તેમણે કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ ડ્રગ્સ પેડલર્સ સાથે સંબંધ ધરાવે છે. મેં ટ્વિટર પર જયદીપ રાણાનો ફોટો મૂક્યો છે.

તેમણે કહ્યું કે જયદીપ રાણા દેવેન્દ્ર ફડણવીસ સાથે સંબંધ ધરાવે છે. જયદીપે ફડણવીસની પત્નીના ગીતોને ફાઇનાન્સ કર્યું હતું. જયદીપ રાણાની દારૂની હેરાફેરીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે જયદીપ રાણા, દેવેન્દ્ર ફડણવીસ અને તેની પત્ની ત્રણેય એક ગીતમાં સામેલ છે. નવાબ મલિકે પોતાના નિશાનને ધારદાર બનાવતા કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ જ સમીર વાનખેડેને લઈને આવ્યા હતા, જેથી લોકોને ડ્રગ્સના કેસમાં ફસાવી શકાય.

તેમણે કહ્યું કે ડ્રગ્સની આખી રમત દેવેન્દ્ર ફડણવીસના ઈશારે થઈ રહી છે. મલિકે કહ્યું કે કાશિફ ખાન જેવા ડ્રગ પેડલર્સને છોડી દેવામાં આવ્યા છે. ડ્રગ પેડલરને બચાવવા માટે સમીર વાનખેડે લાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ ડ્રગ્સની આખી રમત ચાલી રહી હતી. તેથી ફડણવીસ સામેના આરોપોની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા થવી જોઈએ. નવાબ મલિકે વધુમાં કહ્યું કે દેવેન્દ્ર ફડવીસ પ્રતીક ગાબા અને નીરજ મુંડે સાથે સંબંધ ધરાવે છે.

 14 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી