ભારતમાં બે કોરોના વેક્સિનને DCGIની મળી મંજૂરી, વડાપ્રધાને કહ્યું- દેશ માટે ગર્વની વાત

સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની કોરોના વેક્સિનને મળી મંજૂરી 

ભારતમાં કોરોના સામે લડવા માટે સૌથી મોટો હથિયાર મળી ગયો છે જેમાં DCGIએ આજે એલાન કર્યું કે ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પહેલી જનયુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. 

DCGIએ કહ્યું કે બંને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે આ તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવશે. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવશે. 

નોંધનીય છે કે આ બંને વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે અને તેનો સાર્વજનિક ઉપયોગ કરી શકાશે. નોંધનીય છે કે DCGIએ આ પહેલા કોરોના વાયરસની વેક્સિન પર સમીક્ષા અને તેના આંકડાઓનું અધ્યયન કર્યું હતું અને તે બાદ મંજૂરી આપવામાં આવી છે.

કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. જો આજે બન્ને કાં પછી બન્નેમાંથી કોઈ એકને પણ DCGI તરફથી મંજૂરી મળી જશે તો આશા વ્યક્ત કરવામાં આવ રહી છે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈ રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.

ભારતમાં ત્રણ ફાર્મા કંપનીઓએ કોરોના વેક્સિનના ઈમર્જન્સી યૂઝ માટે અપ્રૂવલ માંગ્યું હતું. એક્સપર્ટ પેનલે તેમાંથી કોવીશીલ્ડ અને કોવેક્શિનને શરતી મંજૂરી આપી છે, જ્યારે અમેરિકન ફાર્મા કંપની ફાઈઝર તરફથી બનાવવામાં આવેલી વેક્સિન પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. જેને WHOએ આખી દુનિયામાં ઈમર્જન્સી યૂઝ માટે અપ્રૂવલ આપ્યું છે.

 193 ,  3