અભિનેત્રીએ ‘દારૂ’ના નશામાં સાત વાહનોને મારી ટક્કર Video

મુંબઈમાં એક ટીવી એક્ટ્રેસ તેમજ મોડેલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મોડેલ દારૂના નશામાં કાર ચલાવીને સાત વાહનોને અડફેટે લીધા હતા. આ વાતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું કે, આ બનાવ સોમવારે વહેલી સવારે બન્યો હતો. આ મોડેલનું નામ રુહી શૈલેષકુમાર સિંઘે છે અને ઉમર 30 વર્ષ બતાવવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં ત્રણ કાર અને ચાર બાઈકોને નુકસાન પહોંચ્યું છે. પરંતુ કોઈને ઈજા પહોંચી નથી.

આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં રુહી પોલીસકર્મીઓ સાથે દલીલો કરી રહી છે અને બીજીબાજુ કોઈને ફોન લગાવી રહી છે. વીડિયોમાં તે પોલીસકર્મીઓ પર મારપીટ કરવાનો પણ આરોપ લગાવી રહી છે. આ કેસમાં પોલીસે રુહીના બે મિત્રો રાહુલ સિંધ અને સ્વપનિલ સિંધની ઘરપકડ કરી છે.

 22 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર