છોટાઉદેપુરમાં વીજ કરંટ લાગવાથી ધો.9માં ભણતી કિશોરીનું મોત

છોટાઉદેપુરમાં MGVCLના પાપે એક નિર્દોષ તરુણી આજે હાઈટેન્શન લાઈનના કરંટથી મોતને ભેટી છે. સાંજે 6 વાગે કાલિકા મંદિર પાસેના મકાનની ગેલેરીમાં 15 વર્ષીય કિશોરી નિપ્રાલી શાહ ઉભી હતી ત્યારે એકાએક ગેલેરી નજીક આવેલા ટ્રાન્સફોર્મરની વીજ લાઈનનો હાઈટેન્શન કરંટ તેણે લાગ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ધોરણ 9માં અભ્યાસ કરતી નિપ્રાલી શાહ ગેલેરીમાં સુકાવેલા કપડા લઇ રહી હતી ત્યારે ટીશર્ટ વાયર પરથી કાઢવા જતાં તેણે જોરદાર કરંટ લાગ્યો હતો અને ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા ગણતરીમાં સમયમાં જ તે મૃત્યુ પામી હતી.

પરિવારની લાડકવાયી દિકરીનું અકાળે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો પરિવારજનો પોતાની દીકરીનાં મોત માટે જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ઘટના લઇ મકાનમાલિક અને તંત્ર એક બીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.

માસુમ બાળકીના મોતથી સમગ્ર છોટાઉદેપુરમાં ગમગીની ફેલાઈ છે. તો મકાન માલિક એવા કાળકા માતા મંદિરના પૂજારી તુષાર પંડ્યાએ અનેકવાર વીજ કંપનીને આ જોખમી ડી.પી. અને ટ્રાન્સફોર્મરને હટાવવાની માંગણી કરી છે. છતાં વીજ કંપની કોઈ પગલાં લેતીના હોવાના આક્ષેપ કર્યા છે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર