‘વાયુ’નાં કારણે ગીરમાં કેરીના પાકને નુકસાન

દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં વાવાઝોડાને લઇને ચિંતાના વાદળો ઘેરાયેલા છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર જોવા મળી રહી છે, વાતાવરણના બદલાવને કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો, કેટલીક જગ્યા એ વરસાદી ઝાપટાં તો કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વાવાઝોડાનાં પગલે તાલાલા પંથકમાં પણ અસર જોવા મળી હતી અને પવન ફુંકાતા પંથકમાં કેસર કેરીનાં પાકને નુકસાન થયું અને આંબેથી કેરીઓ ખરી પડી હતી. આમ ઉભો પાક ખરી પડતાં ખેડુતોને નુકસાન જવાની પણ ભીતિ સેવાઇ રહી હતી અને આગામી ભીમ અગીયારસનાં દિવસે કેરીનું વેંચાણ બંધ રહેવાનું હોય તેથી કેરીનું વેચાણ થઇ શકશે નહીં. આમ પવનનાં કારણે ઉભા પાકને નુકસાની પહોંચી હતી.

વાવાઝોડાના આગમન પૂર્વે દરિયો તોફાની બન્યો છે. પોરંબદરના કુછડીના દરિયા કિનારાનો પાળો તૂટ્યો હતો. પાળો તૂટતા દરિયાનું પાણી સીમ વિસ્તારમાં ઘૂસ્યું હતું. જો દરિયો વધારે તોફાની બનશે તો મોટા પ્રમાણમાં પાણી ફરી વળવાની શક્યાતા સેવાઇ રહી છે. વધુ મળતી માહિતી પ્રમાણે પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંગરેલી 20થી વધુ નાની હોડીઓ દરિયામાં તણાઇ હોવની આશંકા છે. બંદર ઉપર માછીમારો પોતાની હોડીઓને સલામત સ્થળે ખસેડવા માટે જહેમ કરી રહ્યા છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી