જસદણમાં ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઇ, ચારની ધરપકડ

 રૂરલ SOGએ નકલી દારૂ સહિત 9.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે જસદણમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ છે. જેમાં ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જસદણના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવી. રહેણાંક વિસ્તારમાં દારૂ બનાવવાની મીની ફેકટરી ચાલતી હતી.

રાજકોટ જિલ્લામાં દારૃની રેલમછેલ ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મેળા દ્વારા અગાઉથી જ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જી એની સાથોસાથ જુદા જુદા પોલીસ સ્ટેશનના થાણાના અમલદારો ને સુચના આપી હતી. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ એસ.ઓ.જી તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત છે.  ત્યારે રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. જે અંતર્ગત ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ નવ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

વિગત મુજબ, દિનેશ કુકા ડાભીએ તેના મકાનમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ચાલુ કરી હોવાની જિલ્લાની સ્પે.ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી દિનેશ ઉપરાંત રાજસ્થાનના પંકજ માનજી પાટીદાર, સુરેશ જાંગીડ અને વીંછિયાના હસમુખ ઉર્ફે હસો કુંભાર ઉર્ફે ભગતને પકડી પાડ્યા હતા.

મકાનમાંથી તમામ સામગ્રી, નકલી શરાબ ભરેલી 1394 બોટલ, કેરબામાં ભરેલો નકલી દારૂ મળી 9.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બ્રાન્ડેડ વિદેશી દારૂની અસલી બોટલો, ઢાંકણા, લેબલ અને બોક્સ સહિતનો સામાન અન્ય રાજ્યોમાંથી લઇ આવતા હતા. કુખ્યાત બૂટલેગર હસમુખે સાગરીતો સાથે મળી બે દિવસ પહેલા જ ફેક્ટરી ચાલુ કરી હોવાની કબૂલાત આપી છે. નકલી દારૂ તૈયાર થયા બાદ બોટાદ, ભાવનગર સહિતના શહેરોમાં વેચાણ કરવાના હતા.

રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ અજય સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોમ પીપળીયા ગામે ઇંગલિશ દારૂ બનાવવાની ની ફેક્ટરી ચાલે છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સોમ પીપળીયા ગામે દિનેશભાઈ કુકાભાઈ ડાભીના રહેણાંક મકાનમાં રેડ કરતા ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ચલાવતા ચાર વ્યક્તિઓ ઝડપાઈ ગયા છે.

પોલીસે રેડ દરમિયાન ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધનસામગ્રી, તૈયાર વિદેશી દારૂની નાની નાની બોટલો, બેરલ તેમજ કેરબામાં રહેલ વિદેશી દાર, કાર અને મોબાઈલ ફોન કબજે કરી કુલ 9,34,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 53 ,  2