હિમતનગર ખાતે કોમ્બિંગ નાઈટ દરમિયાન જુગાર રમતા શકુનિઓ ઝડપાયા

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ખાતેથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૮ ઈસમો ને હિમતનગર બી ડીવીઝન પોલીસે ઝડપી પડ્યા હતા. હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. કે.એચ.સુર્યવંશી તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ બી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. પી.વી.ગોહિલ તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.

આજરોજ રાત્રિના કોમ્બીંગ નાઇટમાં પો.સબ.ઇન્સ. પી.વી.ગોહિલ તથા ડી સ્ટાફના માણસો સાથે પ્રેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે માળીના છાપરીયા ઇમામવાડા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે. જે બાતમી આધારે તે જગ્યાએ રેડ કરતાં ઇકબાલભાઇ બાબુભાઇ શેખ, મોહમદફારૂક બાબુભાઇ શેખ, હારૂન બાબુભાઇ શેખ, નારણભાઇ ભુરાજી સોનગરા, વનરાજભાઇ જયંતીભાઇ વણજારા, મનોજભાઇ રમણભાઇ રાઠોડ, જગદીશભાઇ મોહનજી વણઝારા, ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ ભીલ નામના શખ્સો ઝડપાયા છે.

તમામ રહે. માળીના છાપરીયા હિંમતનગર વગેરેને જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમાડતાં અને રોકડ રૂપિયા-10,750/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેઓ તમામ વિરૂધ્ધ જુગાધારાની કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી