September 25, 2020
September 25, 2020

લોકડાઉનના સમયમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એડ કરીને મચાવી ધૂમ

 

કોરોના મહામારીમાં લોકોના જીવ ગયા છે અને સાથે સાથે અનેક ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે.અને લોકોને નોકરી ધંધામાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોના હાલ બેહાલ થયા છે.પરંતુ હાલમાં એક એવો ખુલાસો થયો કે જે સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એડ કરીને ધૂમ મચાવી દીધી. બન્નેએ કુલ 16 બ્રાન્ડ સાથે 26 ટકા એડવર્ટાઇઝમેન્ટ તે જ કવર કરે છે.

જો કે છેલ્લા ચાર મહિનાથી ટીવી પર જાહેરાતોની માત્રામાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે. એપ્રિલથી જુન 2020 સુધી સેલિબ્રિટી-એન્ડોર્સમેન્ટ દ્વારા કરેલી જાહેરાતની માત્રામાં લગભગ 39 ટકા જેટલી ઓછી થઇ છે. જો કે આ રેશિયો જાન્યુઆરી માર્ચ 2020ની સરખામણીમાં વધુ છે.

વિરાટ કોહલી એક માત્ર એવી સેલિબ્રિટી છે જે, દરેક ટીવી ટેનલો પર 10 કલાક જાહેરાતમાં જોવા મળે છે. આ પછી અક્ષય કુમાર 9 કલાક અને કરીના કપૂર 8 કલાક સાથે શામેલ છે. કુલ મળીને અનુષ્કા અને વિરાટ કોહલી આ યાદીમાં સોથી ટોપ પર છે. તેઓ પોતાની કિટીમાં 16 બ્રાન્ડસ સાથે 26 ટકા જાહેરાત શેર કરે છે. તેથી જ આ કપલને પાવર કપલ તરીકે ઓળખવામાં આવે છે. લોકડાઉનમાં પૈસા બનાવામાં વિરુષ્કાનો કોઇ તોડ નથી.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર