ઉત્તરાયણ દરમિયાન જાહેરનામા ભંગના 67 ગુનામાં 71 પકડાયા

અમદાવાદના વાસણા, સરખેજ, નરોડા અને શહેરકોટડામાં મારામારી અને હુમલાના બનાવો નોંધાયા

અમદાવાદમાં અત્તરાયણ દરમિયાન વિવિધ વિસ્તારમાં જાહેરનામા ભંગના 67 ગુના પોલીસે નોંધ્યા હતા. જેમાં પોલીસે કુલ 71 આરોપીની અટક કરી હતી. શહેરના વાસણા, સરખેજ, નરોડા અને શહેરકોટડામાં પતંગ ચગાવવા મામલે ઝઘડા થતા હુમલા તથા મારામારીના બનાવો બન્યા હતા.

કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણ નિમીત્તે પોલીસે સમગ્ર અમદાવાદમાં જાહેરનામાનો ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી. પોલીસે વિવિધ વિસ્તારમાં જાહેરનામા ભંગના 67 ગુના નોંધ્યા હતા અને ૭૧ આરોપીઓની અટક કરી હતી. જેમાં ધાબા પર મકાન માલિક અને તેના પરિવાર સિવાય એકઠા થયેલા લોકો ઉપરાંત જાહેરમાં પતંગ પકડનારાઓનો સમાવેશ થાય છે.

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણ તહેવાર માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. સરકાર દ્વારા ઉજવણી પર કેટલાક નિયમો મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક લોકોએ સરકારની ગાઈડલાઈનનો ભંગ કર્યો. જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ધાબા પર સ્પીકર વગાડવા બદલ ત્રણ વિરુદ્ધ પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે, કોરોનાની ગાઈડલાઈન મુજબ આ વર્ષે ઉત્તરાયણમાં ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. છતાં અનેક મકાનો પર લાઉડ સ્પીકર વગાડાયા હતા. અમદાવાદ પોલીસે ડ્રોન કેમેરા દ્વારા અનેક વિસ્તારો પર નજર મૂકી હતી. ખાસ કરીને અમદાવાદનો પોળ વિસ્તાર અને શહેરના પૂર્વ વિસ્તારમાં ડ્રોન વધુ ફરતા કરાયા હતા.  

 38 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર