સામાન્યરીતે વાવાઝોડું જ્યારે દરિયાકાંઠે આવ્યા બાદ જમીનમાં ટકરાઈ છે ત્યાર પછીથી તે વાવાઝોડું નબળું પડી જતું હોય છે. પરંતુ આવતીકાલે ત્રાટકનાર વાયુ નામનું વાવાઝોડું જમીનને ટકરાયા બાદ પણ નબળું પડવાનું નથી પરંતુ વધુ પાવરફુલ થવાનું છે.
‘વાયુ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. ધૂળની ડમરીઓ એટલી ઉડી રહી છે કે સામે કંઈ દેખાતું નથી. તો આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે.
જુહાપુરા, નરોડા, ઓઢવ, રાણીપ, સાબરમતી, ગોતા, ચાંદખેડા, એરપોર્ટ રોડ પર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં શહેરીજનોને ગરમીમાં રાહત થઈ છે. જ્યારે બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિમંતનગર, શામળાજી, મહેસાણા અને પાટણ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
32 , 1