September 24, 2020
September 24, 2020

દ્વારકા જગતમંદિરનો કરાશે જીર્ણોધ્ધાર, મંદિરની ડિઝાઇનમાં કોઇ ફેરફાર નહીં કરાય

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે.જગતમંદિરનું બાંધકામ સદિઓ જુનું અને પૌરાણિક બાંધકામ હોવાથી 2001માં આવેલ ભુકંપ અને દરિયાઇ ખારાશના લીધે મંદિરના પથ્થરો હાલ નબળા થયા છે.મંદિરના પિલર અને મથાળા સહિતના પથ્થરો નબળા થયા હોવાથી મંદિરનો જિર્ણોધ્ધાર કરવો જરૂરી બન્યું છે.રવિવારે પુરાતત્વ વિભાગ વડોદરાની ટીમ સર્વે માટે દ્વારકા આવી પહોંચી હતી.સર્વે કરી સરકારમાંથી સુચના મુજબ આગામી સમયમાં મંદિરનો જિર્ણોધ્ધાર કરવામાં આવશે તેમ ટીમ દ્વારા જણાવાયું હતું.

દ્વારકાનું જગતમંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું પ્રાચિન મંદિર છે.દ્વારકાનું ખારાશ વાળુ વાતાવરણ, ભેજવાળી હવા ઉપરાંત 2001 માં આવેલ ભુકંપે દ્વારકા જગત મંદિરના માળખાને મહદઅંશે ક્ષતિ પહોચાડી છે. મંદિરના સ્તંભ તથા અન્ય માળખા જર્જરીત થયા હોવાથી જીર્ણોધ્ધાર કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.રવિવારે પુરાતત્વ વિભાગ બરોડાની ટીમના સુપ્રિટેન્ડન્ટ શિવ કુમાર તથા તેમની ટીમ દ્વારકા જગત મંદિરનો સર્વે કરવા આવી પહોચી હતી.મંદિર પરિસરમાં આવેલા જગત મંદિર સાથે અન્ય મંદિરોનો સર્વે હાથ ધર્યો હતો. રીપોર્ટ બનાવી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારને આપવામાં આવશે તેમ સર્વેની ટીમ દ્વારા જણાવાયું હતું.વડી કચેરીની સુચના મુજબ જિર્ણોધ્ધારનું કામ શરૂ કરવામાં આવશે.

બરોડા પુરાતત્ત્વ વિભાગ સુપરીટેન્ડ શિવકુમાર તથા ટીમ દ્વારા આજે સર્વે કરવામાં આવ્યો છે.રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલવામાં આવશે બાદમાં પરવાનગી મળતા કામ શરૂ કરાશે.પૌરાણિક ડીઝાઇનને ધ્યાને રાખી કામ કરવામાં આવશે. જગતમંદિર પૌરાણિક બાંધકામથી બંધાયેલું મંદિર છે. પુરાતત્વ વિભાગ દ્વારા પથ્થરો નબળા થતા જીર્ણોધ્ધાર કરવામાં આવશે પરંતુ મંદિરની ડિઝાઇનમાં કોઇ પણ જાતના ફેરફારો કરવામાં આવશે નહીં. સરકારમાંથી મજૂરી મળ્યા બાદ જગતમંદિરનો ડિઝાઇન યથાવત પરિસ્થિતિમાં રહેશે, મંદિરના પથ્થરો તેમજ નબળા પડેલા પીલોળોનો જિર્ણોધ્ધાર થશે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર