દ્વારકાના યુવા ડેપ્યુટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા

ભ્રષ્ટ અધિકારીઓના રાજમાં કેવી રીતે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત બનશે?

ગુજરાતમાં એક તરફ સત્તા પક્ષ ભાજપ સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવાના દાવાઓ કરી રહી છે અને બીજી તરફ તમામ દાવાઓથી વિપરિત ભ્રષ્ટાચાર વધી જ રહ્યો છે. રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર એન્ટી કરપ્શન બ્યુરોની તવાઈ યથાવત છે. ગઈકાલે 13 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા, જયારે આજે દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ગુજરાતમાં આ રીતે બે દિવસમાં ત્રણ કિસ્સા સામે આવતા ખુબ ગંભીર બાબત છે આ સ્થિતિ વચ્ચે સવાલ લોકોના મનમાં એ સર્જાઈ છે કે, આવા ભ્રષ્ટ અધિકારીઓના રાજમાં કેવી રીતે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત બનશે?

દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારી રૂ. 3 લાખની લાંચ લેતા રંગ હાથ ઝડપાયા છે. પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા ACBના છટકામાં રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. પ્રાંત અધિકારીના ઘર પર હાલ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 13 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીએ ફરિયાદી પાસે સરકારી કામની પતાવટ માટે રૂપિયા 4.45 લાખની લાંચ માગી હતી.જોકે ફરિયાદી આ રકમ આપવા નહોતા ઇચ્છતા અને ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને લાંચની રકમનો 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી