September 28, 2020
September 28, 2020

જન્માષ્ટમી પર જ દ્વારકા પર લાગ્યું કોરોના ગ્રહણ..! ચાર દિવસ સુધી મંદિર રહેશે બંધ

ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ જગત મંદિર દ્વારકા રહેશે બંધ

દ્વારકાનું જગતમંદિર કોરોના સંક્રમણના કારણે 10થી 13 ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. ઇતિહાસમાં પહેલીવાર કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે 12મી ઓગસ્ટના રોજ એટલે કે જન્માષ્ટમીના દિવસે પણ લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમુ જગતમંદિર બંધ રહેશે. જો કે, આ દરમિયાન નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. પણ દ્વારકાધીશના જન્મોત્સવમાં પૂજારી સિવાય કોઇ ભાગ લઇ શકશે નહીં. જો કે શ્રદ્વાળુઓ કૃષ્ણ જન્મોત્સવનું ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.

દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી પ્રણવભાઇએ જણાવ્યું કે, કોરોના મહામારીના પગલે તંત્ર દ્વારા લેવાયેલા પગલાને અમે બિરદાવીએ છીએ. પણ દ્વારકાવાસીઓને આ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં ભાગ લેવા દેવો જોઈએ. બહારગામથી આવતા યાત્રીકોમાં કોઇ કોરોના સંક્રમિત હોઇ શકે, જેથી તેમને દ્વારકામાં પ્રવેશ નિષેધ હોવો જરૂરી છે.

નોંધનિય છે કે કૃષ્ણ જન્મોત્સવને હવે એક સપ્તાહનો સમય બાકી છે ત્યારે તંત્રના આ નિર્ણયથી ભક્તો દ્વારકાધીશના દર્શન કરી શકશે નહીં. દર વર્ષ લાખો ભક્તો જન્માષ્ટમીની રાત્રે દ્વારકાધીશના દર્શનના કરતા હોય છે.

જન્માષ્ટમી પર્વ પર અંદાજે દોઢ લાખ યાત્રિકો આવતા હોય જેને લઈ સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તારીખ 10 થી 13 સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.

દ્વારકા જિલ્લા કલેક્ટરે દ્વારકાધીશ મંદિરને જન્માષ્ટમી પર્વ નિમિત્તે યાત્રિકો માટે દર્શન પ્રવેશ પર પ્રતિબંધ રાખવાનો હુકમ કર્યો છે. કોરોનાના કેસ જિલ્લામાં વધતા જતા હોય કલેકટરે યાત્રિકો માટે દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધનો હુકમ કર્યો છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર