September 25, 2020
September 25, 2020

ઉ.ગુજરાતમાં અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ, Dy.CM નીતિન પટેલે મહેસાણાની લીધી મુલાકાત

મહેસાણાના અસરગ્રસ્ત વિસ્તારોની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધી મુલકાત

ઉત્તર ગુજરાતમાં મોટાભાગના તાલુકાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. ભારતે વરસાદને કારણે મહેસાણાના કડીમાં 13 ઈંચ કરતા વધુ વરસાદ ખોબક્યો છે જેના કારણે ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો બીજી તરફ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વ્યાપક પ્રમાણમાં થયેલ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મહેસાણા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કરી હતી. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યુ હતું કે જિલ્લામાં થયેલા વરસાદને પગલે અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવેલા છે.આ ઉપરાંત વરસાદને પગલે માર્ગોને થયેલ નુંકશાનને ઝડપથી પુર્વવત માટે તે માટે વિવિધ વિભાગો દ્વારા યુધ્ધના ધોરણે સઘન કામગીરી આરંભી દેવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે મહેસાણા શહેરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને નાગરિકોની મુલાકાત લીધી હતી. મહેસાણા શહેરમાં ખારી નદી પુલના વિસ્તારના નાગરિકો,ધોબીઘાટ રોડ પરા તળાવ ઝુંપડપટ્ટી વિસ્તારના નાગરિકોની મુલાકાત લઇ તેમની સમસ્યાઓ જાણી ઝડપથી હલ કરવા સંબધિત અધિકારીઓને સુચિત કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે શહેરની કુમાર મોડલ શાળાની મુલાકાત લઇ સ્થળાંરીત કરાયેલા નાગરિકોની મુલાકાત લીઘી હતી.

નીતિન પટેલે મહેસાણા જિલ્લામાં કડી,મહેસાણા,બેચરાજી અને જોટાણામાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયેલ છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના નુંકશાન સહિત વિવિધ બાબતોની ચર્ચા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ બેઠકમાં કરી હતી.

નિતીન પટેલે જણાવ્યું હતું કે વરસાદ પછી જિલ્લાના નાગરિકોની આરોગ્યની સુખાકારની ચિંતા કરવી આપણી ફરજ છે. વરસાદ પછી વિવિઘ પ્રકારનો રોગચાળો ફાટી નીકળે છે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુપેરે આયોજન કરી વ્યાપક પ્રમાણમાં સ્વચ્છતા,દવા છંટકવા, ક્લોરીનેશન સહિત તમામ પ્રકારની રોગચાળા નિયંત્રણની કામગીરી કરવા સબંધિતોને સૂચનાઓ આપી હતી.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર