કર્ણાટકના બ્લાસ્ટ પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
કર્ણાટકના શિવમોગામાં ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે શક્તિશાળી વિસ્ફોટમાં 8 મજૂરનાં મોત થયાં હતાં. જિલ્લાના અબ્બાલગેરે ગામ પાસે કેટલાક લોકો ટ્રકમાં જિલેટિન સ્ટિક લઇ જઇ રહ્યા હતા. તે સમયે વિસ્ફોટ થયો.
વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે, શિવમોગાના નજીકના જિલ્લા ચિકમંગલુર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આજુબાજુનાં મકાનને પણ નુકસાન પહોંચ્યું છે. આસપાસના મકાનના કાચ તૂટી ગયા હતા. પહેલાં લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, જેથી ગભરાઇને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
ઘટનાસ્થળે વધુ વિસ્ફોટ થવાની આશંકાએ આસપાસના વિસ્તારમાં ઘેરાબંધી કરાઇ છે. પીએમ મોદીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આ ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે, વિસ્ફોટ એટલો તેજ હતો કે, ઘરોના કાચ પણ તૂટી ગયા અને રસ્તા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટથી એવુ લાગ્યું જાણે ભૂકંપ આવ્યો હોય. આ માટે ભૂર્ગભ વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવામા આવ્યો છે.
50 , 1