DYSPની માનવતા મહેકી : અકસ્માતમાં ઘાયલ મહિલાને પોતાની કારમાં હોસ્પિટલ ખસેડી

પોલીસની માનવતાનું આવું જ એક ઉદાહરણ સાબરકાંઠામાં બન્યું છે. જ્યાં DYSPએ પોતાની કારમાં જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી.

સામાન્ય રીતે પોલીસ એટલે હપ્તાની ઉઘરાણી કરતો લારી ગલ્લા વાળાને ધમકાવતો ચહેરો નજરે ચઢે. પરંતુ આજે પોલીસની ઉદારતાનું એક ઉત્તમ ઉદાહરણ નજરે જોવા મળ્યું હતું. હિંમતનગર તાલુકાના વકતાપુર હાઇવે પાસે એક ઓટો રીક્ષા ચાલકે રીક્ષા પરનો કાબુ ગુમાવતા રીક્ષા મુખ્ય રોડના ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ઉંધી પડી હતી. જેના પગલે રીક્ષામાં સવાર મહિલા સહિત અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારે જ હિંમતનગર રેન્જના પ્રોબેશનરી DYSP હિતેશ ધાંધલિયા કોઈ તપાસ અર્થે ઇડર તરફ રવાના થતા હતા. અને જોવા મળ્યું પોલીસની માનવતાનું ઉત્તમ ઉદાહરણ. DYSPએ પોતાની કારમાં જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી.

ખાખી વર્દી પહેરાનાર પણ છેવટે તો માણસ જ છે. પોલીસ અનેક વખત પોતાના કામથી માનવતાના અનેક વખત ઉદાહરણ આપી ચૂકી છે. પોલીસની માનવતાનું આવું જ એક ઉદાહરણ સાબરકાંઠામાં બન્યું છે.

 13 ,  1