ગુજરાતભરમાં વરસાદી માહોલ, અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે, અમદાવાદમાં મંગળવારે સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો.  અમદાવાદના એસજી હાઇવે, પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો.

આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે નીચાણવાળઆ વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા પણ જોવા મળી હતી. બીજી તરફ અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડવાનો સરુ થયો છે. તેમજ જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઇએ તો જામનગરમાં 9 એમએમ, કાલાવડમાં 17 એમએમ, લાલપુરમાં 3 એમએમ અને જોડિયામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી