કચ્છની ધરા ફરી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપ તીવ્રતા 3.1 નોંધાઈ

ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર દૂર

ગુજરાતમાં એક બીજુ માંડ કોરોના વાઈરસ વિદાય લઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ રાજ્યમાં વધુ એક આફત આવી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે વહેલી સવારે કચ્છની ધરા ફરી ધ્રૂજી ઉઠી હતી લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. કચ્છમાં વહેલી સવારે 4:52 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર નોંધાયો છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 3.1ની નોંધાઈ છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી કહ્યું કે, પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

 40 ,  1