ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા, Video

ભૂકંપ પછી સુનામીની ચેતવણી, રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ તીવ્રતા

ઈન્ડોનેશિયામાં મંગળવારે જોરદાર ભૂકંપનાં આંચકા આવ્યા છે, જે બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ઈન્ડોનેશિયાનાં નુસા તેંગારામાં 7.7ની તીવ્રતાના આંચકા આવ્યા જે બાદ સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ધરતીનાં પાંચ કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. 

પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે 1000 કિમી સુધી સમુદ્ર તટ પર ભયાનક લહેરો ઊઠવાની સંભાવના છે. ભૂકંપનાં કારણે નુકસાન થયું હોય તેવા લોકોની સંખ્યા હાલ તો ઓછી છે.

જોકે સુનામી અને ભૂસ્ખલનનો ખતરો પેદા થઈ ગયો છે. આ પહેલા શુક્રવારે જ આ દેશના સુમાત્રા દ્વીપ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નોંધનીય છે કે ઈન્ડોનેશિયામાં અવાર નવાર ભૂકંપ આવ્યા કરે છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી