દિલ્હી-NCR, પંજાબ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, તજાકિસ્તાનમાં કેન્દ્ર બિંદુ

જમ્મુ-કાશ્મીરથી લઈ દિલ્હી-એનસીઆર સહીત ઉત્તર ભારત સુધી આંચકા અનુભવાયા

દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત શુક્રવારે રાતે આવેલા ભૂકંપના ઝટકાઓથી ધ્રુજી ઉઠ્યું હતું. આ ઝટકા રાતે સાડા દસ કલાકે આવ્યા હતાં. દિલ્હી, NCR, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં.

આ ઝટકાઓ એટલા તીવ્ર હતા કે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. જોકે, સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કોઈ જ જાનમાલની હાનિના સમાચાર સામે નથી.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર પંજાબ, અમૃતસરમાં રાત 10.34 ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 હતી. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. ભૂકંપના આ આંચકા હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ- કાશ્મીર, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, પંજાબ, ગુરુગ્રામથી યૂપીની રાજધાની લખનઉ અને ઉત્તરાખંડ સુધી અનુભવાયા હતા.

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર