September 21, 2020
September 21, 2020

દેશના પાંચ અલગ અલગ રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આચંકા

આજે એક જ દિવસમાં દેશના પાંચ અલગ અલગ રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, આાસામ અને ઉત્તર પ્રદેશમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. મિઝોરમમાં આજે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.છેલ્લા પાંચ સપ્તાહમાં મિઝોરમમાં 23મી વખત ભૂકંપ આવ્યો છે. આજનો ભૂકંપ મ્યાનમાર સરહદે આવેલા મિઝોરમના ચામ્ફાઇ જિલ્લામાં આવ્યો હતો. સવારે 11.16 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ચામ્ફાઇથી 29 કિમી દક્ષિણપૂર્વમાં હતું.                                             

ચામ્ફાઇના ડેપ્યુટી કમિશનર મારિયા સી ટી ઝુઆલીના જણાવ્યા અનુસાર ભૂકંપ અને ભારે વરસાદને કારણે અનેકસ્થળોએ ભૂસ્ખલન થયું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં પણ આજે 3.1ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. મહારાષ્ટ્રના પાલઘરમાં મોડી રાતે 12.26 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.જમ્મુ-કાશ્મીરના કટરા, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં પણ સવારે 5.11 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા પણ 3ની આસપાસ હતી. આ અગાઉ તિબેટ અને નેપાળના અનેક વિસ્તારોમાં બુધવાર રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

તિબેટના ઝિયાંગ ક્ષેત્રમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશના બાગપતમાં સવારે 6 વાગ્યે 3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામના કરબી અંગલોગ જિલ્લામાં 3.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.આસામમાં છેલ્લા નવ દિવસમાં આ ત્રીજો ભૂકંપ છે. આ ભૂંકપને કારણે જાનમાલના કોઇ નુકસાનના અહેવાલ મળ્યા નથી. આસામમાં આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર મધ્ય આસામમાં કરબી અંગ્લોગમાં  તેઝપુરથી 58 કિમી દક્ષિણપૂર્વમાં હતું.સવારે 11.08 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 25 કિમી નીચે હતું. આ અગાઉ 16 જુલાઇના રોજ આસામમાં 4.1 અને 2.6 તીવ્રતાના ભૂકંપ આવ્યા હતાં.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર