September 23, 2020
September 23, 2020

કચ્છમમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ

કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. કચ્છમાં 4.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી વિગત મુજબ, દૂધઈથી નોર્થ ઈસ્ટમાં 7 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી મળ્યા. ભૂજ, અંજાર સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને 2001 ના વર્ષના ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. આંચકો વધુ મેગ્નીટ્યુડનો હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છમાં આજે બપોરે 2.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકોની તીવ્રતા 4.1ની હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કચ્છમાં આવેલા ભૂકંપનો આંચકો ભચાઉ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 7 કિમી દૂર નોંધવામાં આવ્યું છે.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર