લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા

રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 નોંધાઈ

લદ્દાખ ખાતે સોમવારે સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ.

ભૂકંપની જાણકારી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ પ્રમાણે લદ્દાખની રાજધાની લેહ ખાતે સવારે 6:10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 રહી હતી અને તેનું કેન્દ્ર જમીનથી 18 કિમી અંદર હતું.

અગાઉ ગત મહિને 21 અને 22 મેના રોજ પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત 22 મેના રોજ કારગિલ પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 21 મેના રોજ લદ્દાખમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 52 ,  1