શિયાળાની સિઝનમાં ખાવ શિંગોડા ગાયબ થઈ જશે અનેક બીમારીઓ…

પોષકતત્વોથી હોય છે ભરપૂર, જાણો, અદભૂત ફાયદા…

શિયાળો મંદ ગતીએ આગળ ધપી રહ્યો છે, ત્યારે બજારોમાં હવે શિંગોડાના મળવા લાગ્યા છે. શિંગોડામાં અનેક ઔષધીય ગુણો છે. જે બીમારીથી બચાવે છે. શિંગોડા શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે. શિંગોડામાં કેલ્શિયમ, વિટામીન બી6, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર જેવા પોષકતત્વો હોય છે. વ્રત વખતે શિંગોડાના લોટના વાનગી પણ બનાવવામાં આવે છે. એટલે કે ફરાળમાં પણ ઉપયોગી છે. શિંગોડામાં રહેલા આયુર્વેદિક ગુણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

શિંગોડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ખાસ કરીને હૃદયના રોગો માટે રામબાણ છે. ગળામાં ખરાશ, થાક, બળતરા અને શ્વાસનળીમાં પણ ફાયદાકારક છે. જો કે તમે તેને ગમે ત્યારે ખાઈ શકો છો, પરંતુ ખાલી પેટ તેનું સેવન વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

  • મહિલાઓ માટે ફાયદાકારક: સગર્ભાવસ્થા દરમિયાન શિંગોડા ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. શિંગોડા ગર્ભપાતનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય પીરિયડ્સની સમસ્યા પણ દૂર થાય છે.
  • થાઈરોઈડમાં ફાયદાકારક: શિંગોડામાં હાજર આયોડિન, મેંગેનીઝ જેવા મિનરલ્સ થાઈરોઈડ અને ગોઈટરના રોગોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે બ્લડ પ્રેશર અને સ્થૂળતા ઘટાડવામાં ફાયદાકારક છે.
  • કમળાના રોગમાં રાહત: કમળાના રોગમાં શરીરમાં પિત્તદોષ વધે છે. શિંગોડામાં શામક ગુણ હોય છે, જે ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડાના લોટમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવાની શક્તિ હોય છે.
  • ગેસ અને અપચોથી રાહત: પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ શિંગોડા ખૂબ જ ફાયદાકારક છે. શિંગોડા ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તે ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી