નીતિ આયોગના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધી પર ઉઠાવ્યો સવાલ, ચૂંટણી પંચે નોટિસ મોકલી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જેવી રીતે દેશના દરેક ગરીબોને દર મહિને 12000 રૂપિયા આપવાની ન્યૂનતમ આવકને સુનિશ્ચિત કરવાની ઘોષણા કરી તેના પર નીતિ આયોગના વીસીને ટિપ્પણી કરવી મોંઘી પડી છે. ચૂંટણી પંચે નીતિ આયોગના વીસી રાજીવ કુમારને તેમના નિવેદન બદલ નોટિસ પાઠવી છે.

ચૂંટણી પંચે કહ્યું કે નીતિ આયોગના વીસીનું નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આચાર સંહિતા લાગુ થયા બાદ કોઈપણ સરકારી કર્મચારી સરકારના સમર્થનમાં નિવેદન ન આપી શકે, ચૂંટણી પંચે રાજીવ કુમાર પાસેથી 2 દિવસમાં જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જાહેર કરવામાં આવેલી લઘુતમ આવકની આ યોજના ‘ન્યાય’ની આકરી ટીકા કરી હતી અને તેને અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક ગણાવી હતી. ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ

ચૂંટણીપંચે રાજીવકુમાર પાસે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા ચૂંટણીલક્ષી વાયદા ન્યાયની ટીકા અને ટ્વિટ અંગે ખુલાસો માગ્યો છે.

 49 ,  3