રોંગ સાઇડથી પૂરપાટ આવી રહેલી ઇકો કારે મહિલાને મારી ટક્કર, ઘટનાસ્થળે મોત

ચિલોડામાં ક્રિષ્ણા હોસ્પિટલ પાસેનો બનાવ

ઘર આંગણે બેઠેલી મહિલાને અડફેટે લેંતા મોત, પતિ પણ ગંભીર ઇજાગ્રસ્ત

ગાંધીનગર ચિલોડામાં ક્રિષ્ણા હોસ્પિટલ પાસે રોંગ સાઇડથી આવી રહેલી એક બેફામ ઇકો કારે ઘર આંગણે બેઠેલા એક મહિલાને અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મહિલાના પતિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા હતા. તો બીજી આ મામલે ચિલોડા પોલીસે કાર માલિક ગુનો નોંધી કાર માલિકની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

મૃતક મહિલાના પુત્ર નિતિન દાતાણિયાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ગત રોજ બપોરના સમયે તેમના માતા મંજુબેન દાતણિયા સહિત પરિવારના લોકો ઘર આંગણે બેઠા હતા. ત્યારે આ દરમિયાન રોંગ સાઇડથી આવી રહેલી ગ્રે કલરની નંબર પ્લેટ વગરની ઇકો કારે મંજુબેન તથા તેમના પતિને ટક્કર મારી હતી. અકસ્માતમાં મંજુબેન ગંભીર રીતે ઘવાયા હતા. માથાના ભાગે ઇજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે મંજુબેનને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ મંજુબેનના પતિને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. આ અંગેની જાણ થતાં ચિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ઘટનાના 24 કલાક બાદ ગાડીનો માલીક હજુ પણ પોલીસ પકડથી દુર

પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો, પુરઝડપે ઇકો કાર રોંગ સાઇડથી આવી રહી હતી. અને ઘર આંગણે પરિવાર સાથે બેઠેલા મહિલા અને તેના પતિને ટક્કરા મારી હતી. કારમાં બે યુવકો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જો કે આ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી હજુ ફરાર છે. મુખ્ય આરોપી સુધી પહોંચવા કાર્યવાહી ચાલી રહી છે.

ઉલ્લેખનિય છે કે, જે રીતે પૂરઝડપે આવી રહેલી ગાડીએ મોટી દુર્ઘટનાને અંજામ આપ્યો છે જેને જોતા એમ લાગે છે કે શું આરોપી નશાની હાલતમાં હતો…? જો કે પોલીસ તરફથી આવી કોઇ માહિતી મળી નથી. પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. હાલ આ મામલે પોલીસે અજાણ્યા ચાલાક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 111 ,  1