ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કારનો કચ્ચરઘાણ, પતરાં ચીરી મૃતદેહ બહાર કઢાયો

પાલનપુરમાં ત્રિપલ અકસ્માત

અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઇ હતી. પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્રિપલ અકસ્માતની આ ગોઝારી ઘટનાથી પંથકમાં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અકસ્માત સર્જાતા જ હાઇવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા. આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકો ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો હતો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી