દૈનિક ભાસ્કર પર દરોડાના પડઘા સંસદમાં પણ સંભળાયા..!

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું – મોદી-શાહનો પત્રકારત્વ પર હુમલો….!

આવકવેરા વિભાગે આજે મીડિયા ગૃપ દૈનિક ભાસ્કરની ઓફિસો પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે ગુરુવારે કરચોરીના આરોપસર વિવિધ શહેરોમાં સ્થિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના દેશભરમાં દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દૈનિક ભાસ્કર પર દરોડાનો પડઘો સંસદમાં પણ સંભળાયા હતા. સંસદમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ એવો હંગામો મચાવ્યો હતો કે રાજ્ય સભાની કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.

કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને મોદી – શાહ દ્વારા પત્રકારત્વ પર હુમલો ગણાવ્યો હતો. દિગ્વિજયસિંહે ટ્વીટ કર્યું હતું કે, ‘મોદી-શાહનો પત્રકારત્વ પર હુમલો! મોદી શાહનું એકમાત્ર શસ્ત્ર આઇટી, ઇડી અને સીબીઆઈ છે. મને ખાતરી છે કે અગ્રવાલ ભાઈઓ ડરશે નહીં. આગળ દિગ્વિજયસિંહે લખ્યું કે, ‘આવકવેરા તપાસ વિંગની ગેરીલા કાર્યવાહી દૈનિક ભાસ્કરના વિવિધ સ્થળોએ શરૂ થઈ. આવકવેરાની ટીમ અડધો ડઝન સ્થળોએ હાજર છે.

કોંગ્રેસના નેતા જયરામ નરેશથી માંડીને દિગ્વિજય સિંહે દૈનિક ભાસ્કર પરના દરોડા અંગે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, ‘દૈનિક ભાસ્કરે પોતાના અહેવાલ દ્વારા મોદી સરકાર દ્વારા કોરોના સામે ગેરવહીવટનો પર્દાફાશ કર્યો હતો. હવે તેણે તેની કિંમત ચૂકવવી પડશે. આ એક અઘોષિત કટોકટી છે, કેમ કે અરુણ શૌરી કહે છે કે, તે એક મોડિફાઇડ ઇમરજન્સી છે.

 49 ,  1